ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર થયો ટ્રાફિક જામ

admin
1 Min Read

રાજુલાના હિંડોરણા પુલ પર ગાબડુ પડવાના કારણે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મોડી રાત્રે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે નાના-મોટા વાહનોની દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી હતી. ટ્રાફિકજામના કારણે પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવા કાર્યવાહી હાથધરી હતી. ટ્રાફિકના કારણે દિવ, સોમનાથ, ભાવનગર, મહેસાણા સહિત અનેક વિસ્તારના પ્રવાસીઓ ફસાયા હતા.ઉલેખનીય છે કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોટું ગાબડું પડ્યુ છે. અમરેલી પાસે નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા ઘાતરવાડી નદી પરના બ્રીજ પર સતત 9મી વખત ગાબડું પડ્યું છે.જેને લઈ હાઈવે પર સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. ત્યાં જ બ્રીજ પર ગાબડું પડતાં નેશનલ હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી હાઈવે પર મોટાપાયે લોકોની અવર-જવરને લઈ મોટો અકસ્માત થવાની દહેશત છે.

Share This Article