સુરતમાં નેશનલ હાઇ-વે પર ટ્રિપલ અકસ્માત થયો હતો. કીમ ચાર રસ્તા નજીકના પીપોદ્રા ગામે અકસ્માત થયો હતો. પશુ વચ્ચે આવી જતા 2 કારે અચાનક બ્રેક લગાવી દીધી. પરંતુ અચાનક પાછળથી બસે કારને ટક્કર મારી દીધી. આ બસમાં પી.પી. સવાની યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ આ અકસ્માત બાદ બસ વિજપોલને અથડાઈ હતી. આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. મુંબઈ-અમદાવાદ નેશનલહાઇવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટનાબનતા નજીકમાં લાગેલસીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. માર્ગ ઉપર ગાય આવી જતાં તેને બચાવવા એક કાર ચાલકે બ્રેક મારી હતી,ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ બસે ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો. હમેશા વાહનોના પ્રવાહથી ધસમસતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. કીમ ચાર રસ્તા નજીક પીપોદરા ગામ પાસે માર્ગ ઉપર ગાય આવી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક દ્વારા ગાયને બચાવવાના પ્રયાસ સાથે અચાનક બ્રેક મારતા તેની કાર પાછળ બીજી કાર અને તેની પાછળ વિધાર્થીઓ ભરેલી બસ ધડાકા ભેર અથડાઈ હતી. અકસ્માત થતાં જ બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ સીધી નૅશનલ હાઇવે પર લાગેલા વીજ પોલના ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -