H1-B વિઝા પર ટ્રમ્પ નીતિઓને હટાવાઈ

admin
1 Min Read
concept showing Indian passport with US currency notes or Dollars with american flag in the background, applying for US / american tourist or H-1B visa or travel visa

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનના નેતૃત્વવાળી સરકારે H-1B Visa પર પૂર્વ ટ્રમ્પ સરકારની નીતિઓને હાલ પૂરતી ટાળવાનો નિર્ણય લીધો છે. જેની સાથે 31 ડિસેમ્બર સુધી H-1B Visa ઇશ્યુ કરવામાં લોટરી સિસ્ટમ યથાવત રાખવાની ભલામણ પણ કરી હતી.

Indian passport with currency on USA or America’s flag as a background.

જો બાઈડેન પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી રાહત મળે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીયોમાં H-1B Visa ખૂબ જ લોકપ્રિય છે. વિતેલા વર્ષની શરુઆતમાં જ ટ્રમ્પ પ્રશાસને H-1B Visaને લઇને નવી નીતિઓ અમલમાં લાવવાનુ એલાન કર્યુ હતું. જે હેઠળ લોટરી સિસ્ટમને ખતમ કરવાની સાથે પગાર અને મેરિટના આધારે Visa આપવાનુ નક્કી કર્યું હતું.

ટ્રમ્પ સરકારના આ નિર્ણયને લીધે ભારતીયો માટે કપરી સ્થિતિ ઉભી થઇ હોવાનું માનવામાં આવતુ હતું. યુનાઈટેડ સ્ટેટ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે પોતાના એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે ટ્રમ્પ કાળમાં નવા નિયમોને 31 ડિસેમ્બર 2021 સુધી હટાવી લેવામાં આવ્યા છે. આ નિયમોને નવ માર્ચથી અમલમાં લાવવામાં આવશે. અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ વર્ષ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે વર્ક વીઝાના નિયમોને કડક કર્યા હતા. તેમણે કોરોના મહામારીને લીધે એચ1બી સહિત અલગ-અલગ પ્રકારના વર્ક વીઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવ્યો હતો.

Share This Article