ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીયોના સપના પર લાગી રોક

admin
1 Min Read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી છે. આથી ભારત સહિત દુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો ઝાટકો લાગ્યો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓના મતે આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવાયો છે.

મળતી માહિતી મુજબ  કોરોના વાયરસ મહામારીના સંકટને લીધે અમેરિકામાં બેરોજગારી વધતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે.

જેનાથી ભારતીયોના સપના પર રોક લાગી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2020 સુધી H1-B વિઝા પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકન શ્રમિકોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, આ પ્રતિબંધ હંગામી છે. અમેરિકા વિઝા પ્રણાલીમાં સુધાર કર્યા પછી આ અંગેનો આગળનો નિર્ણય લેવામાં આવશે. અન્ય દેશોમાંથી સ્થાનાંતરિત કર્મચારીઓને આપવામાં આવેલા L-1 વિઝા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Share This Article