બાઇક ચોરી અને મોબાઈલ પર્સ-સ્નેચિંગ કરતા બે પકડાયા

admin
1 Min Read

સુરત શહેરમાં રાત્રે બાઇક ચોરી અને સવારે મોબાઈલ – પર્સ સ્નેચિંગ કરતી ગેંગના બે રીઢાચોરોને સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડ્યા હતા.રાત્રે બાઇક ચોરી અને વહેલી સવારે મોપેડ પર જતી યુવતીઓના પર્સ-મોબાઇલ સહિત કિંમતી સામાનની ચોરી કરતી ટોળકીના બે રીઢાચોરોને ક્રાઇમબ્રાંચે પકડી પાડયા હતા. પકડાયેલા હિતેશ ઉર્ફે કાલુ બાપુ આહિર મૂળ નાસીક,મહારાષ્ટ્રનો તથા મોહમદ નૂર મોહમંદ સલીમ બરફવાલા , સીંધીવાડ,ચોકબજારની પાસેથી ચોરીની બાઇક, લેપટોપ, મોબાઇલ, ડોક્યુમેન્ટો કબજે કરયાં હતા. મોહમંદ નૂર ઉર્ફે તન્નુ બરફવાલા પાસેથી ચોરીના 8 મોબાઇલ કબજે કર્યા હતા.રાત્રે હિતેશ બાઇકની ચોરી કરતો અને સવારે પર્સની ચોરી કરી બાઇક બિનવારસી મુકી દેતો હતો.પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી બન્ને રીઢાચોરોને પકડી વધુ પૂછપરછ કરી રહી છે.

 

Share This Article