રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતાં તંત્ર એલર્ટ પર, જામખંભાળિયામાં આભ ફાટ્યૂં

admin
2 Min Read

ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં ભારેથી લઈ હળવો વરસાદ વરસ્યો છે.

ત્યારે કચ્છ પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયુ છે. બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે.

છેલ્લા 24 કકલાકથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસી રહેલ વરસાદના કારણે એનડીઆરએફની ટૂકડી પણ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજીબાજુ  દ્વારકા જિલ્લમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. દ્વારકામાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ હવે જામ ખંભાળિયાની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો છે. આમ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી છે.

Share This Article