શહેરમાં એલિસબ્રિજ અને વટવા ખાતે અલગ-અલગ અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. હિટ એન્ડ રનના બંને બનાવમાં પોલીસે ફરાર વાહન ચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાયખડનો રહેવાસી સાહિલ અજમેરી (21) ગુરુવારે રાત્રે બાઇક સાથે એમજે લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
ત્યારે પુરપાટ પાસે આવેલા અજાણ્યા વાહનચાલકે યુવાનને ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવમાં રબારી કોલોનીમાં રહેતા મનીષભાઈ પંચાલ (44) વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. બંને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.