અમરેલીના બગસરામાં મેઘાણી હાઈસ્કુલમાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવી રહેલા એચ.આર. શેખવા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમા અને કેન્દ્રીય મંત્રી રૂપાલા પણ ખાસ હાજર રહ્યા હતા. આ તકે શહેરમાંથી વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનોની ઉપસ્થિત પણ જોવા મળી હતી. તેમના જીવનકાર્ય દરમ્યાન એચઆર શેખવાએ સ્કૂલમાં અનેક ફેરફારો કરીને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઉજ્જવળ બને તેવા હેતુથી ઉમદા કામગીરી કરી હતી. આ સમારંભમાં દિલીપભાઈ સંઘાણી, નારણભાઇ કાછડીયા, સંજય બારો, ગિજુભાઈ ભરવાડ સહિત રાજકીય આગેવાનો તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -