Connect with us

ઇન્ડિયા

કેન્દ્રિય ખેલમંત્રી કિરણ રિજિજુએ વિચિત્ર વીડિયો કર્યો શૅર

admin

Published

on

સામાન્ય રીતે લોકો મધમાખીને જોઈને તેનાથી બચતા ફરતા હોય છે ત્યારે કેન્દ્રિય ખેલમંત્રી કિરણ રિજિજુએ નાગાલેન્ડના એક યુવાનનો અત્યંત વિચિત્ર વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. આ વીડિયોમાં યુવાનના નિતંબ પર મધમાખીઓનો મધપૂડો જોવા મળી રહ્યો છે. અને તે યુવાનના નિતંબ ઉપર મોટી સંખ્યામાં મધમાખીઓ એકત્ર થયેલી જોવા મળી રહી છે. મહત્વનું છે કે નિતંબ પર કઈ રીતે આ પ્રકારના મધપુડાનું સર્જન થયું તેનું રહસ્યતો હજુ પણ અકબંધ છે પરંતુ સોશિયલ મીડિયામાં હાલતો આ વીડિયો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નેશનલ

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

Chintan Mistry

Published

on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ત્યારે અહેમદ પટેલની રાજકીય સફરની વાત કરીએ તો ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી ગાંધી પરિવારના એક મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં.

કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓથી લઈને ઔદ્યોગિક વર્તુળોમાં તેમના દોસ્ત અને દુશ્મન મુખ્ય રીતે આજ કારણથી બન્યા હતા. 71 વર્ષીય અહેમદ પટેલ ભારતીય સંસદમાં ગુજરાતનું 8 વાર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. ત્રણ વાર તેઓ લોકસભા (1977થી 1989) અને પાંચ વાર રાજ્યસભામાં ચૂંટાઈને પહોંચ્યા છે.

ગુજરાતથી તેઓ હાલ એકમાત્ર મુસ્લિમ સાંસદ હતા. અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી. એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. અહેમદ પટેલને 10 જનપથના ચાણક્ય કહેવાતા હતા.

તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ ‘નંબર 2’ માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યક્તિ માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા. અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલ મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા. ત્યારે તેમની વિદાયથી ગાંધી પરિવારને કદી પુરાય ન તેવી ખોટ પડી છે.

Continue Reading

નેશનલ

ફરી એકવાર CMની ખુરશી પર નીતિશ કુમાર, કાલે લઈ શકે છે શપથ

Chintan Mistry

Published

on

બિહારમાં નવી સરકારની રચનાને લઈને તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. જે અંતર્ગત મુખ્યમંત્રીની ખુરશી ફરી એકવાર નીતિશ કુમારના હાથમાં જ રહેશે. બિહારની રાજધાની પટનામાં રવિવારે સીએમ નિવાસમાં જેડીયૂ ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં નીતીશ કુમારને ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમિતીથી પસંદ કરવામાં આવ્યા છે.

જ્યારે ઉપમુખ્યમંત્રી તરીકે ફરી એકવાર બિહાર ભાજપના જુના જોગી સુશીલ કુમાર મોદીને પસંદ કરાયા છેમાનવામાં આવી રહ્યુ છે કે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર આવતીકાલે એટલે કે સોમવારે શપથ ગ્રહણ કરશે. નીતિશ કુમારના નામની ભાજપના દિગ્ગજ નેતા અને રક્ષા મંત્રી રાજનાથસિંહે જાહેરાત કરી હતી.

એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર યાદવસહિતના અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા હતાં. આ અગાઉ ભાજપના ધારાભ્યોની બેઠક યોજાવવાની હતી પરંતુ રાજનાથ સિંહની હાજરી અશક્ય હોવાથી બેઠક ટાળવામાં આવી હતી. મહત્વનું છે કે નીતિશ કુમારે શુક્રવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યપાલે બિહાર વિધાનસભા પણ ભંગ કરી દીધી હતી. આ સાથે જ બિહારમાં નવી સરકારની રચનાની બંધારણીય પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને આવતીકાલે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર શપથ ગ્રહણ કરી શકે છે.

Continue Reading

ગુજરાત

ભાજપ નેતા અને તેમના પત્નીને થયો કોરોના

Chintan Mistry

Published

on

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર હજી પણ યથાવત છે. આ વાયરસના સંક્રમણની ઝપેટમાં ધારાસભ્યોથી માંડી રાજ્યસભાના સાંસદો અને મંત્રીઓ પણ આવી ચુક્યા છે. ત્યારે વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે.

ભાજપ નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નરહરી અમીનના પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યસભા સાંસદ નરહરી અમીન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્વીટ કરી નરહરી અમીને આ અંગે જાણકારી આપી છે.

કોરોના સંક્રમિત હોવાનુ જાણવા મળતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે પોતાના ટ્વિટમાં પોતાની સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ થવા અપીલ કરી છે. નરહરી અમીનના પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. સાથે જ કોંગ્રેસના પણ ઘણા નેતા કોરોના સંક્રમિત થયા હતા.

Continue Reading
બીઝનેસ4 hours ago

Paisabazaar Stack સાથે Paisabazaar.com ધિરાણમાં પરિવર્તન લાવ્યું

અમદાવાદ4 hours ago

રોટરી અને રોટરેકટ કલ્બ ઓફ અમદાવાદ ગ્રેટરની અનોખી સેવાકીય પ્રવૃત્તિ

ધર્મદર્શન4 hours ago

એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી

ઓટોમોબાઈલ4 hours ago

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી

બીઝનેસ4 hours ago

NDSDL પેમેન્ટ્સ બેન્કે ગ્રાહકોને જરૂરિયાત અનુસારના વીમા ઉકેલો ઓફર કરવા માટે HDFC અર્ગો સાથે હાથ મિલાવ્યા

નેશનલ4 hours ago

ગાડીની RC બુકમાં મોટા ફેરફાર

હેલ્થ5 hours ago

ગુજરાતમાં બનશે કોરોના વેક્સિનને રાખવા માટે બોક્સ

અમદાવાદ5 hours ago

શરુ થયાના 1 મહિનામાં તો સી પ્લેન પડ્યું બંધ…સર્વિસ માટે લઈ જવાયું માલદીવ

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ4 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

વર્લ્ડ4 weeks ago

કોરોના વકરતા ફ્રાંસ બાદ વધુ એક દેશમાં લોકડાઉન 2 લાગુ કરાયું

અમદાવાદ3 weeks ago

ગુજરાત સરકારે CNG વાહન ચાલકોને આપી મોટી રાહત

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.