અનલોક-3ની ગાઈડલાઈન જાહેર..જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

admin
1 Min Read

દેશમાં કોરોના વાયરસની મહામારીને જોતા કેન્દ્ર સરકારે ચાર તબક્કામાં લોકડાઉન લગાવ્યું હતું. જોકે ત્યારબાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગત બે મહિના દરમિયાન સરકારે અનલોક એક અને અનલોક બેમાં ઘણી છૂટછાટ આપી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 3ની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

(File Pic)

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે.

(File Pic)

1 ઓગસ્ટથી દેશમાં અનલૉક-3નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગૃહ મંત્રાલયે અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાઇ. તો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન રહેશે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ માસ્ક પહેરી અને સોશિયલ ડિસન્ટન્સ સાથે ઉજવી શકાશે.

મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે. જ્યારે સોશ્યલ, પોલિટિકલ સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર મંજૂરી નહીં.

Share This Article