સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગોટાળો

admin
1 Min Read

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની એક સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં માત્ર સૂકી રોટલી અને મીઠું પીરસાય રહ્યું છે. મીઠામાં રોટલી અડાડીને ખાતાં બાળકોનો દિલધડક વીડિયો  વાઇરલ થયો છે અને સરકારી તંત્રમાં થતા બેફામ ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી છે. આ મુદ્દે રાજકીય નેતાઓ દ્વારા પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા પછી તે શાળાના શિક્ષક અને સુપરવાઈઝરને સસ્પેન્ડ કરીને અને એક તપાસસમિતિ નીમી દેવામાં આવી છે.

સરકારી આદેશ મુજબ ઉત્તેપ્રદેશની  1.5 લાખ શાળાઓના 1 કરોડથી પણ વધુ બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાક-રોટલી-દાળ-કઠોળ-ભાત પીરસવાની જોગવાઈ છે. આ માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. પરંતુ બાળકોનાં વાલીઓનું કહેવું છે કે બાળકોને એકાંતરે દિવસે રોટલી-મીઠું અને ભાત-મીઠું જ પીરસવામાં આવે છે.જે આ વિડીઓમાં પણ દેખાઈ આવી રહ્યું છે.

Share This Article