US ચૂંટણી : અચાનક ચૂંટણી સભામાં ચાલુ વરસાદે નાચવા લાગ્યા કમલા હેરિસ

admin
1 Min Read

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ દિગ્ગજ નેતાઓ ચૂંટણીસભાઓ ગજવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતીય મૂળના કમલા હેરિસ કોરોના મહામારી વચ્ચે પણ મતદાતાઓને રિઝવવા આકાશ પાતાળ એક કરી રહ્યાં છે. વરસાદી વાતાવરણમાં પણ તેઓ હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

ત્યારે અમેરિકામાં ઉપરાષ્ટ્રપ્રમુદ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હૈરિસ તો વરસતા વરસાદમાં ચૂંટણીસભામાં જ ડાંસ કરવા લાગ્યા હતાં. કમલા હૈરિસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ફ્લોરિડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન વરસાદમાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. ઇન્ટરનેટ પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને કમલા હેરિસનો આ ખાસ અંદાજ પણ લોકોને ગમી રહ્યો છે.

https://twitter.com/meenaharris/status/1318334170498674688?s=20

મહત્વનું છે કે, વરસાદમાં છત્રી લઈને લોકોનું અભિવાદન ઝીલતા હોય એવો એક ફોટો કમલા હૈરિસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો હતો જેના કેપ્શનમાં તેઓએ લખ્યું છે કે , વરસાદ કે તડકો, લોકતંત્ર કોઈની માટે રાહ નથી જોતાં. જોકે ચૂંટણી સભા દરમિયાન વરસાદ શરુ થઈ જતા તેઓ અચાનક ડાન્સ કરવા લાગ્યા હતા. આ દરમિયાન રેલીમાં ઉપસ્થિત તમામ લોકો તેમના ઉત્સાહને પ્રોત્સાહન આપતાં જોવા મળ્યા હતા.

Share This Article