ઉત્તર પ્રદેશ પોલીસની દબંગાઈ : અપંગ રીક્ષાચાલકને ધક્કો મારી જમીન પર પાડ્યો

admin
1 Min Read

ઉત્તરપ્રદેશના કન્નૌજ જિલ્લામાં ખાખી વર્દીના નશામાં ચૂર એક પોલીસ કર્મચારીએ દિવ્યાંગ વ્યક્તિ પર ખાખીનો રોફ જમાવ્યો હતો. જેનો વિડિયો વાયરલ થયો છે અને લોકો પોલીસકર્મીની આ હરકતને સખ્ત શબ્દોમાં વખોડી રહ્યા છે. આ વિડિયો સામે આવ્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીના આદેશ આપી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના કન્નૌજ જિલ્લામાં સૌરિખ સ્ટેશનમાં ફરજ નિભાવતા કોન્સ્ટેબલ કિરન પાલે જાહેરમાં પગથી દિવ્યાંગ રીક્ષા ચાલકને તેની પત્નીની હાજરીમાં જાહેરમાં માર માર્યો હતો. એટલુ જ નહીં આ પોલીસ કોન્સ્ટેબલે પોતાની વર્દીનો રોફ જમાવતા દિવ્યાંગને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો. કોન્સ્ટેબલ કિરન પાલે જાહેરમાં એક ઈ-રિક્ષાચાલકને માત્ર એટલા માટે ઢોર માર માર્યો હતો કારણકે તે ત્યાંથી રીક્ષા જલદી હટાવી શક્યો નહીં. કોન્સ્ટેબલે વર્દીનો રોફ જમાવતા પહેલા તો દિવ્યાંગ રીક્ષાચાલકને જાહેરમાં લાતો મારી હતી અને પછી તેને પોલીસ સ્ટેશન લઈ જઈ ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો. પોલીસકર્મીને પોતાના પતિની આ હાલત જોઈ દિવ્યાંગ રીક્ષાચાલકની પત્ની રડતી રહી પોલીસ સમક્ષ તેના પતિને છોડી દેવા કગરતી રહી.

આ બનાવનો વિડિયો વાયરલ થયા બાદ ઉત્તરપ્રદેશ પોલીસની દબંગાઈ ફરી એકવાર ખુલ્લી પડી છે. એસપી પાસે આ મામલો પહોંચતા તેમણે પોલીસકર્મી સામે કાર્યવાહીના આદેશ આપી સસ્પેન્ડ કરી દીધો છે.

Share This Article