વડોદરા શહેર-જિલ્લાના વિસ્તારોમાંથી છેલ્લા 24 કલાકમાં 4 મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.રેસ્ક્યૂ કરેલા મગરમાંથી 3 મગરને વન વિભાગને સોંપવામાં આવ્યા,જ્યારે એક મગરને આજવા સરોવરમાં છોડી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-આણંદ હાઇવે પરથી જીવદયા પ્રેમી હેમંત વઢવાણા અને વન વિભાગની ટીમે રાત્રે દોઢ વાગ્યે 9 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો.સયાજી હોટલ પાસેથી 3.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો.લાલબાગ બ્રિજ પાસેથી 4.4 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ ત્રણેય મગરને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. હતો. આ ઉપરાંત આજવા થીમ પાર્ક પાસેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે રાત્રે 12:30 વાગ્યે 8.5 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. અને મગરને આજવા સરોવરમાં છોડી દેવામાં આવ્યો હતો. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાર જગ્યાએ મગર દેખાતા જીવદયા પ્રેમીઓ અને વન વિભાગની ટીમો દોડતી થઇ ગઇ હતી. ચારેય મગરને રેસ્ક્યૂ કરી લીધા હતા. 31 જુલાઇના રોજ પુરની સ્થિતી બાદ શહેરભરમાં મગર નિકળવાના બનાવો શરૂ થયા હતા, જે અાજદિન સુધી યથાવત છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
