વડોદરા : શહેરમાં બાગ-બગીચા ખુલ્યા, સરકારની ગાઇડલાઇન મુજબ ખુલ્લા મુકાયા

admin
2 Min Read

ગુજરાતમાં કોરોનાના કેસોનો ઘટાડો થઇ રહ્યો હોવાથી ગુજરાત સરકારે વધુ કેટલીક છુટછાટો જાહેર કરી છે.જેમાં બાગ-બગીચા પણ ખુલ્લા રાખી શકાશે.પરિણામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વડોદરામાં તમામ બાગ બગીચા સરકારની ગાઇડલાઇન મુજબ ખુલ્લા મુકાયા હતા.સયાજી બાગ સવારે ૬ થી સાંજે ૭ ખુલ્લા રહેશે. જ્યારે બીજા ગાર્ડન સવારે ૬ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ સુધી ખુલ્લા રાખવામાં આવશે. અગાઉ માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થવાના કારણે અને સ્થિતિ બેકાબૂ બની રહી હોય તેમ લાગતા અમદાવાદમાં બગીચા કાંકરિયા ઝૂ વગેરે અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને તારીખ ૧૮ માર્ચથી વડોદરામાં પણ તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૨૦ માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉનને લીધે કમાટીબાગનું પ્રાણી સંગ્રહાલય લસહિત બાગ-બગીચા બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સાત મહિના પછી આ સ્થિતિમાં સુધારો થતાં બાગ બગીચા કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ખોલવામાં આવ્યા હતા. સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી બગીચાઓ ખુલ્લા રાખવાનો નિર્ણય થયો હતો.જોકે એ પછી માર્ચથી કોરોના પોઝિટિવ કેસો વધતા સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને બાગ-બગીચા બધ રાખવાનો નિર્ણય કરાયો હતો. હવે ૮૫ દિવસ બાદ વડોદરામાં ફરી સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે સરકારની એસઓપી નું પાલન કરીને બાગ બગીચા ખુલ્લા મુકવામાં આવશે. જોકે પ્રાણી સંગ્રાલય બંધ રહેશે.આજે બગીચાઓ ખૂલતાં સવારે મોર્નિંગ વોકર્સ તથા સહેલાણીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

Share This Article