વડોદરા : પ્લાઝર ઇન્ડિયાના અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ

admin
1 Min Read

પાલેજકરજણ વચ્ચે આવેલા દેથાણ ગામની સીમમાં રૂપિયા 450 કરોડનાં ખર્ચે નવનિર્મિત પ્લાઝર ઇન્ડિયાના પ્રથમ તબક્કાના પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પ્લાન્ટમાં ભારત તેમજ વિશ્વમાં રેલવે ટ્રેક બિછાવવા માટે અને મરમત કરવા માટેની અદ્યતન મશીનરીનું ઉત્પાદન કરવામાં આવશે. પ્લાઝર ભારતમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયા હેઠળ કાર્યાન્વિત કરશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંપનીનાં અધિકારીઓની ઉપસ્થિતીમાં લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણ પ્રસંગે વડોદરાનાં સાંસદ રંજનવેન ભટ્ટ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ,ધારાસભ્ય અક્ષય પટેલ,રેલવે બોર્ડનાં સભ્ય વિશ્વેશ ચૌબે સહિતના જિલ્લાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ પ્રસંગે કંપનીના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રૂપિયા 400 કરોડનો પ્લાન્ટ સ્થાપીને ભારત 5 ત્રિલિયનનાં અર્થતંત્ર તરફ જવાનો રોડ મેપ બનાવ્યો છે. રેલવેની શરૂઆતના કાળને યાદ કરીને પ્લાઝર ઇન્ડિયાની મેક ઇન ઇન્ડિયા તરફની પહેલને બિરદાવી હતી સાથે બુલેટ ટ્રેન તેમજ દેશની પ્રથમ રેલ યુનિવર્સીટી વડોદરાને મળી હોવાનું જણાવ્યું હતું. પ્લાઝાર સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

 

 

 

Share This Article