હાલ ગુજરાતથી મુંબઈને ઝડપી કનેક્ટિવિટી મળે તે માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન વડોદરાથી મોટો અકસ્માત સામે આવ્યો હતો. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન બ્રિજ પર ક્રેન તૂટી પડતાં 8 થી 9 લોકો ક્રેનની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પુલ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બનાવની જાણ થતા કરજણ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મજૂરની લાશને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના કરમડી પાસે બુલેટ ટ્રેન દોડી રહી હતી. દરમિયાન આજે સવારે બુલેટ ટ્રેનના થાંભલા પાસે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ક્રેન પુલ પર કામ કરી રહેલા 8 થી 9 કામદારો પર પડી હતી. જેના કારણે આસપાસના અન્ય મજૂરો દોડી આવી ઇજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કાટમાળ લાવવામાં આવ્યો હતો, જેમાં એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 7 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે એમ્બ્યુલન્સની ટીમ પણ દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બનાવ અંગેની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મજૂરની લાશને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તેમજ મૃતકના પરિવારજનોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કેટલીક બેદરકારીના કારણે આ ઘટના બની છે, તેની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
