વડોદરા : વડોદરામાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ

admin
2 Min Read

મે મહિનામાં વાવાઝોડાની સંભવિત અસર હેઠળ વરસેલા વરસાદ બાદ આગાહી મુજબ વડોદરામાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થઈ હતી.વરસાદનું ધમાકેદાર આગમન થતા ઠેરઠેર વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટના બની હતી.જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા.પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી.વડોદરામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.અને જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ આવ્યો હતો.મળસ્કે વરસાદી ઝાપટું વરસ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા એ નગરજનોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.ગરમીમાંથી છુટકારો મળતા નગરજનોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે તેજ પવન સાથે વરસાદ વરસતા ઘણી જગ્યાઓ પર વૃક્ષો પડવાના અને બેનરો હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા

જ્યારે કેટલીક જગ્યાઓ પર વાહનો પણ દબાયા હતા.વડોદરા શહેરમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થતા શહેરમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું.દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.જ્યારે કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ,બેનરો તેમજ વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકશાન પહોંચ્યું હતું.આ અંગે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે શહેરમાં આજે પહેલો જ વરસાદ પડ્યો છે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે ત્યારે વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ તરફ નો મુખ્ય રોડ છે.જ્યાં એક લોખંડી એન્ટ્રી ગેટ તૂટી પડયું હતું. આગળ પણ એક એન્ટ્રી ગેટ તૂટી પડ્યું છે.હાલમાં આ ઘટનાથી કોઈ નુકસાન નથી.પરંતુ જે રીતે વડોદરા મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચારનો વહીવટ તેમજ રાજકારણના ભ્રષ્ટાચારનો વહીવટ ચાલ્યો છે.

Share This Article