ઓચિંતી આવેલી કુદરતી હોનારતો જેવીકે ભૂકંપ, પુર પ્રકોપ, આગ અને અકસ્માતમાં તંત્રએ કેવી રીતે પહોંચી વળવું અને રાહત, બચાવ કામગીરી કયા પ્રકારે કરવી જેના ભાગ રૂપે આજે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજ્ય ભરમાં સરકારી ક્ષેત્રો, વિવિધ વિભાગો અને હોસ્પિટલોમાં ઓચિંતું મોકડ્રિલ યોજાયું હતું. વડોદરા શહેરની 24 કલાક દર્દીઓથી ધમધમતી એસ.એસ.જી હોસ્પિટલમાં મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યભરમાં આજથી મોકડ્રીલનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આજે વડોદરા શહેરના આસપાસના વિસ્તારમાં ડિઝાસ્ટર મોકડ્રીલ દરમ્યાન ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવારના ભાગરૂપે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર માટે સારવાર વિભાગ ખાતે સજ્જ હોસ્પિટલનો સ્ટાફ , ડોકટર્સ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરની હાજરીમાં ઇજાગ્રસ્તોને તેમની સ્થિતિ મુજબ વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
