વડોદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયાની ગ્રાન્ટમાંથી 9.57 લાખના ખર્ચે નવ નિર્મિત પંખીઘર તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં પંખીઘરનું એક મોટું ટાવર છે.જેમાં નીચે પાણી,ચણ વિગેરે મુકવાની સુવિધા છે.તેમજ ઉપરના ભાગે ટેરેસ જેવું છે,જ્યાં પક્ષી પ્રેમીઓ પાણી કે ચણ આપી શકશે.આ પક્ષીઘર સંપૂર્ણ પ્રકારે તૈયાર થઈ ગયું છે, ત્યારે,આજે રાજયકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલના વરદ હસ્તે તથા મેયર ડૉ જીગીષાબેન શેઠની ઉપસ્થિતિમાં પંખીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયા,સીમાબેન મોહિલે,મનીષાબેન વકીલ,ડભોઈના ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા,તેમજ રાજ્ય સરકારના માટીકામ,કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી વિભાગના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
