વડોદરા : શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા પંચાયત કચેરી ખાતે બહારના કે અન્ય વ્યક્તિઓ પર પ્રવેશબંધી ફરમાવાઈ

admin
1 Min Read

ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 પસાર થયુ છે. લોક ચર્ચામાં કહેવાતા લવ જેહાદનો કાયદો પસાર થયા બાદ હવે આ મામલામાં ફરીયાદ નોંધાવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી ખાતે કડીયા સમાજની દીકરીને ભગાડી લઈ જવાના મામલાએ ભારે ચર્ચા જગાવી છે. આ કેસમાં હવે લવ જેહાદ કાયદા મુજબ ગુનો નોંધવાની માંગ ઉઠવા પામી છે.

 

 

આ મામલે ધારીના કડીયા સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. આવેદનપત્રમાં લવ જેહાદના કાયદા મુજબની કલમો લગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધારીમાં હાલમાં કડીયા સમાજની દીકરીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. ત્યારે  લવ જેહાદના કાયદાના અમલીકરણ કરીને દીકરીના પરિવારને ન્યાય મેળવવા સમાજના અગ્રણીઓ મેદાનમાં આવ્યા હતા.

Share This Article