વડોદરા : આંગણવાડીના બાળકોના વાલીઓને ગણવેશ સહિતની સામગ્રી આપવામાં આવી

admin
1 Min Read

ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આગંણવાડીના તમામ બાળકો માટે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે ગણવેશ આપવાનું નક્કી કરીને રાજ્યભરમાં વર્ચ્યુઅલી વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વિભાવરીબેન દવે અન્ય મંત્રીઓ જોડાયા હતા

.આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વડોદરા મહાનગર પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે નિહાળવાની વ્યવસ્થા યોજાઈ હતી.નર્મદા, શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઇ પટેલ,ધારાસભ્યો, મનીષાબેન વકીલ,સીમાબેન મોહિલે મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.આજે યોજવામાં આવેલ સમારોહમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા આંગણવાડીના બાળકોના વાલીઓને ગણવેશ સહિતની સામગ્રી આપવામાં આવી હતી.આગામી દિવસોમાં વડોદરા શહેર ના વિવિધ વિસ્તારોમાં આવેલી 399 જેટલી આંગણવાડીનાં 8000 થી વધુ બાળકોને બે જોડી ગણવેશ આપવામાં આવશે.

Share This Article