છેલ્લા કેટલાક સમયથી ડભોઈ તાલુકાના તીર્થધામ ચાંદોદના વિવિધ વિસ્તાર સહીત ઘરોમાં સાપ નીકળવાના કિસ્સાઓ બનતા રહ્યા છે. તો વળી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધવાના પરિણામે નર્મદામાં છોડાયેલા પ્રવાહને લઇ ચોમાસુ સીઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદી વ્યાપક પ્રમાણમાં અનેકવાર વહેતી થવા પામી હતી. નદીમાં આવેલા પાણી સાથે સાપ જેવા અનેક જીવો તણાઈ આવતા નદી કિનારાના ઘાટો ખાતે પણ વારંવાર સાપો દેખવા મળ્યા છે. ત્યારે મંગળવારની રાત્રીએ ચાંદોદના કપિલેશ્વર ઘાટના નદી કિનારે મહાકાય અજગર નજરે ચડતા વિસ્તારના રહીસોએ નેચર હેલ્થ ફાઉનડેશનના જીગ્નેશ માછીને કોલ કરતા સંસ્થાના યુવાનો તાત્કાલિક આવી પહોચ્યા હતા અને નવ ફૂટ લાંબા મહાકાય અજગરને કાળજી પૂર્વક રેસ્ક્યુ કરી સલામત –સુરક્ષિત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.
