વડોદરા : વાઘોડીયા વિસ્તારમાં દેખાયો અજગર

admin
1 Min Read

વાઘોડિયાના વલવા ગામ પાસે નર્મદા કેનાલના બ્રીજ પર અજગર દેખાયો હતો. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમા ભય જોવા મળ્યો હતો. કેટલાક યુવાનોએ અજગરને પકડી અજગર સાથે ખેલવાડ કરીને વીડીયો ઉતારી રહ્યા હતા. અજગર દેખાતા વન વીંભાગને જાણ કરવામાં આવી હતી. મોડી રાત્રે વન વીંભાગ દ્વારા અજગરનું રેશક્યુ કરીને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. હાલમાં જ બનાસકાંઠામાં થોડા દિવસ અગાઉ ડીસા તાલુકાના બોડાલ ગામે જીવતો અજગર સળગાવતા વીડિયો વાયરલ કરનાર ચાર આરોપીની પોલીસ દ્વારા તાત્કાલીક ધરપકડ કરાઈ હતી. ફરિયાદ બાદ ફોરેસ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી હતી. જેમા આરોપીઓ જડપાતા તેઓને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. તેમજ અનેક વખત લોકો આમ વન્ય પ્રાણીઓને હેરાન કરતા જોવા મળતા હોય છે. એમ પણ રોજબરોજ રાજ્યમાં અજગર ગામમાં અથવા તો રોડ પર જોવા મળતા હોય છે. અને હવે તો વડોદરાના વાઘોડીયા વિસ્તારમાં અજગર જોવા મળતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

Share This Article