શહેરમાં અતિ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં આવેલા પૂરને પગલે મગરો શહેરના રહેણાક વિસ્તારોમાં પહોંચી ગયાં હતા. કેટલાક સ્થળે તો રસ્તા પર પણ મહાકાય મગરો જોવા મળતા પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા રેસ્ક્યૂ કરી વન વિભાગે સોંપી દેવાયાં હતા. જો કે, પૂર બાદ રહેણાક વિસ્તારમાં આવી પહોંચેલા મગરો હજીયે દેખા દેતા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટના એક મકાનમાં આજે મગરનું બચ્ચું આવી જતા રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવાયું હતું. વિશ્વામિત્રી નજીક આવેલા પરશુરામ ભટ્ટાના ઝુલતા પુલ પાસે રહેતા નિતેશભાઇ યાદવના મકાનમાં અચાનક મગરનું બચ્ચું આવી પહોંચ્યું હતું. મગરને ઘરમાં ફરતો જોઇ પરિવારજનો ફફળી ઉઠ્યાં હતા. નિતેશભાઇએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી. જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક પહોંચી જઇ મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરી લીધો હતો. અંદાજીત અઢી ફુટના મગરને રેસ્ક્યૂ કરી સંસ્થાના કાર્યકરોએ વનવિભાગને સોંપી દીધો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
