વડોદરા : પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહિમામ

admin
2 Min Read

વડોદરા  શહેર ના પૂર્વ વિસ્તારની વિવિધ સોસાયટી મા પાણી ના પ્રશ્ને આજે સ્થાનિક રહીશો  ગુરુકુળ ચાર રસ્તા પાસે એકઠા થયા હતા અને પાણીના પ્રશ્ને વિરોધ પ્રદશન કર્યું હતું વડોદરા ના પૂર્વ વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણીની સમસ્યા વકરી છે, જે સમસ્યાનું  હજીસુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. શહેર ના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તાથી  માંડી સોમાં તળાવ અને ડભોઇ રોડ પર છેલ્લા દસ મહિના થી પીવા ના પાણી ની સમસ્યા છે અહી ની અંદાજિત 300 જેટલી સોસાયટીઓ માં પીવા નું ગંદુ પાણી અને પાણી ના લો પ્રેશર ના કારણે લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અંદાજિત 35 હજાર જેટલાં લોકો ને છેલ્લા દસ મહિના થી આ પ્રકાર ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે તંત્ર ને વારંવાર જાણ કરવા માં આવી છે પરંતુ કોઈજ સમસ્યા નું નિરાકરણ આવ્યું નથી જેના પગલે સ્થાનિકોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સ્થાનિકો સાથે સેવાસદન ના વિરોધ પક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ જોડાયા હતા અને સેવાસદન નું તંત્ર લોકો ને ચોખ્ખું અને સમયસર પાણી આપે તેવી માંગ કરવા માં આવી હતી  સ્થાનિકો ની માંગ છે કે જો સેવાસદન હવે તેમની માંગણીઓ નહિ સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

Share This Article