ચેઇન સ્નેચીંગના વધી રહેલા બનાવોને અટકાવવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ચેઇન સ્નેચીંગ ટીમ અછોડા તોડને ઝડપી પાડવા કામે લાગી હતી. ત્યારે છાણી જકાતનાકા પાસે પ્લસર બાઇક પર સવાર બે શખ્સો શંકાસ્પદ જણાતા તેમને અટકાવામાં આવ્યાં હતા.જોકે પોલીસને જોઇ તેઓ પુરઝડપી બાઇક હંકારી નિકળી ગયા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક સવાર શખ્સોનો પીછો કરી નંદેસરી બ્રીજ પાસે અટકાવ્યા હતા. જ્યાં બન્નેનુ નામ પુછતાં મહેશ જાલમીસિંગ ધાકડ અને સલીમમીયા ઉર્ફે સોપારી એહમદમીય મલેક હોવાનું જણાવ્યું હતું.તે બન્ને શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસે તેઓની તપાસ કરતા આઠ સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી આવ્યાં હતા.જોકે આ બાબતે પુછતા તેઓએ સંતોષ્કારક જવાબ આપ્યો ન હતો.જેથી ક્રાઇમ બ્રાન્ચે બન્નેની કડકાઇથી પુછપરછ કરતા શહેરના જે.પી રોડ ,માંજલપુર ,સયાજીગંજ, ફતેગંજ,ગોત્રી અને કારેલીબાગ વિસ્તારમાંથી 20 લોકોના અછોડા તોડ્યાં હોવાની કબુલાત કરી હતી. તથા અછોડા તોડી તદ્દન નવી મોડસ ઓપરેન્ડી વાપરી રાત્રીના સમયે જ ચેઇન સ્નેચીંગને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે બન્નેની તપાસ કરતા સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી કુલ 8 નંગ મળી આવતા બન્નેની કડકાઇથી પુછપરછ કરતા 20 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.હાલ તો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
