વડોદરાના વાઘોડિયા તાલુકાના સરકારી કોન્ટ્રાકટર વારંવાર તાલુકા વિકાસ અઘિકારી પાસે નાણા પંચના બિલ પાસ કરવા વારંવાર જતાં મહિલા (TDO) અઘિકારી વારંવાર કોન્ટ્રાક્ટર પાસે પૈસાની માંગણી કરતાં હતાં.ત્યાર બાદ વાઘોડિયાના સરકારી કોન્ટ્રાકરે અે.સી.બી.માં ફરીયાદી કરતાં તાલુકા વિકાસ અઘિકારીનું છટકુ ગોઠવી નાખ્યુ હતુ.ત્યાર બાદ મંગળવારના રોજ કોન્ટ્રાકટર દ્વારા જરોદ ખાતેના ચૌદમા નાણાં પંચના બિલ પાસ કરવા બાબત અે.સી.બી.મા ફરીયાદ કરીયાદ બાદ ટ્રેપ ગોઠવાઈ હતી. મુજબ તાલુકા વિકાસ અઘિકારી કે.ટી.પંચાલ (મહિલા TDO) ને કોન્ટ્રાક્ટર પાસે થી ૨૪૦૦૦ રૂપિયાની લાંચ લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. એસીબી ના હાથે લાંચ લેતા ઝડપાઇ ગયેલા ટીડીઓની આગળની વઘુ તપાસ હાથ ઘરવામાં આવી હતી.ઉલેખનીય છે કે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાઘોડિયાના મહિલા તાલુકા વિકાસ અધિકારી કે.પી. પંચાલને રૂપિયા 24,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વાઘોડિયા તાલુકામાં વિવિધ કામ કરતા કોન્ટ્રાક્ટરે બીલો મુક્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -