અમરેલી જીલ્લાનાં બગસરા પંથકમાં શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ વધતાં મધ્યમવર્ગની હાલત કફોડી બની ગયેલ છે. ત્યારે હાલ ડુંગળી, ટામેટાં, બટેટા અને આદુના ભાવો આસમાને પહોચ્યા છે. હાલ કમોસમી વરસાદના કારણે શિયાળાના પ્રારંભે જ લીલી શાકભાજીના ભાવો આસમાને પહોંચતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની જવા પામી છે. દિવસ ભર મંજુરી કરી બે ટંકનું પેટિયું રળતા લોકોને લીલી શાકભાજી ખરીદવા મુશ્કેલ બની ગયું છે. ત્યારે મોંઘવારીના આ સમયમાં આમ આદમીને બે છેડા ભેગા કરવા મુશ્કેલ હોય છે. ત્યારે શિયાળાની ઋતુમાં ભરપૂર શાકભાજી આવતી હોય છે પરંતુ આ વર્ષ સતત પડી રહેલ કમોસમી વરસાદને લઇ ખેતી પાકોની સાથે શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે. જેથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ 80 રૂપિયા કિલો સહિત શાકભાજીના ભાવ ખૂબ વધીને આસમાને પહોંચી ગયા છે. આમ લીલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ મુશ્કેલીઓ મુકાયા છે. સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતી ડુંગળી લીલાશાકભાજી આજે તેના ભાવ વધતાં આ કારમી મોંઘવારીમાં લોકો મોઘવારીનો માર ઓછો થાય તેની રાહ જુએ છે પણ તેની આશા ઠગારી નીવડી રહી છે. રાજયમાં સારા વરસાદ બાદ કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ ભડકે બળતા આમ જનતા મુશ્કેલીમાં મુકાયેલ હોવાનું જાણવા મળ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
