ઘોસ્ટ સ્ટોરીમાં જોવા મળશે વિકી કૌશલ

admin
1 Min Read

નેટફ્લિક્સ પર કરણ જોહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને દિબાકર બૅનરજીએ બનાવેલી અને ‘લસ્ટ સ્ટોરી’ ટાઇટલ સાથે રિલીઝ થયેલી ચાર ફિલ્મ પછી હવે નેટફ્લિક્સ આ જ ચાર ડિરેક્ટર સાથે ‘ઘોસ્ટ સ્ટોરી’ બનાવી રહ્યું છે. એમાં પણ કન્સેપ્ટ એ જ છે. ચાર ડિરેક્ટર ચાર હૉરર સ્ટોરી ડિરેક્ટ કરશે. કરણ જોહરની ફિલ્મ માટે વિકી કૌશલ ઑલમોસ્ટ નક્કી છે. કરણ જોહરનો સબ્જેક્ટ હૉરર-કૉમેડીનો છે. ‘ઘોસ્ટ સ્ટોરી’ની ચારેચાર સ્ટોરી એ જ ડિરેક્ટરોએ લખી છે……આ વેબ સિરિઝમાં વિકીની સાથે સાથે જાહન્વી કપૂર અને ‘ગલી બોય’ ફેમ વિજય વર્મા પણ જોવા મળશે…… નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરિઝ’ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં 4 શોર્ટ સ્ટોરિઝ છે. તેની જેમ જ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ એક એન્થોલોજી ફિલ્મ હશે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ….ઘોસ્ટ સ્ટોરીઝ’ને રોની સ્ક્રૂવાલા અને અશી દુઆ પ્રોડ્યૂસ કરશે…

Share This Article