હેવાનિયતનો ભોગ બનેલ પીડિતા જીંદગી સામે જંગ હારી, નરાધમોએ જીભ પણ કાપી દીધી હતી

admin
1 Min Read

ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ચકચારી ઘટનાએ સમગ્ર દેશને ફરી એકવાર હમચાવી નાંખ્યો છે. હાથરસમાં પીડિતા પર ચાર લોકોએ ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. દુષ્કર્મની ઘટના બાદ છેલ્લા એક અઠવાડિયાથી પીડિતા બેભાન અવસ્થામાં હતી. પીડિતાની હાલત વધુ ગંભીર હોવાથી તેને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરાઈ હતી, જ્યાં મંગળવારે વહેલી સવારે હેવાનિયતનો ભોગ બનેલ પીડિતા જીંદગી સામેની જંગ હારી ગઈ.

ત્યારે પીડિતાના મોતના અહેવાલ સામે આવ્યા બાદ દુષ્કર્મ આચરનાર આરોપીઓ સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ટ્વિટર પર લોકોએ હેવાનિયતનો ભોગ બનેલી પીડિત યુવતિના મોતના પગલે તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ આ દુષ્કર્મ આચનાર આરોપીઓને ફાંસીના માંચડે ચઢાવવા માંગ કરી છે.

મહત્વનું છે કે, હાથરસ પોલીસ સ્ટેશનની હદના એક ગામમાં પીડિત યુવતિ પોતાની માતાની સાથે ખેતરમાં ચારો લેવા ગઈ હતી. જ્યાં ગામના જ કેટલાક અસામાજિક તત્વોએ તેની સાથે પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતીએ બૂમાબૂમ કરતાં દુષ્કર્મના આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરતા ચારેય નરાધમોને ઝડપી પાડ્યા હતા.

Share This Article