સુરતના રીક્ષાચાલકનો વીડિયો વાયરલ – યુવતીની છેડતી કરતો ઝડપાયો

admin
1 Min Read

સુરતના વેસુ વિસ્તારમાં એક રીક્ષા ચાલકને યુવતીઓ અને રાહદારીઓએ જાહેરમાં માર માર્યો હતો. ઓટોનો ચાલક યુવતીઓને રીક્ષામાં બેસાડીને લગ્ન કરવાનું કહીને છેડતી કરતો હતો. જેથી યુવતીઓએ રીક્ષાની નીચે ઉતરીને ઓટોચાલકને મેથીપાક આપ્યો હતો. યુવતીઓની સાથે અન્ય લોકો પણ આવી ગયા જેમણે પણ હાથ સાફ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.લોકો ઓટો ચાલકને મારતી વખતે પુછી રહ્યા હતા કે ક્યાં રહે છે ત્યારે ચાલકે હાઉસિંગમાં રહેતો હોવાનું અને પોતે મારવાડી હોવાનું કહ્યું હતું. જેથી અન્ય મારવાડી રાહદારીઓ અકળાયા હતા અને મારવાડીનું નામ ખરાબ કરતો હોવાનું કહીને માર્યો હતો. સાથે તે યુવક પરિણીત હોય લોકોએ પોલીસ હવાલે કરવાનું ટાળ્યું હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. લગ્નની ઓફર કરનાર ઓટોચાલકને લોકોએ માર મારતા તે માફી માંગવા લાગ્યો હતો અને ફરીથી કોઈ સાથે આવું નહી કરે તેવું પણ જણાવ્યું હતું.

Share This Article