બેંગલુરુમાં વાંધાજનક ફેસબુક પોસ્ટને લઈ ભડકી હિંસા, 2ના મોત, 50થી વધુ પોલીસકર્મી ઘાયલ

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ એક વિવાદાસ્પદ પોસ્ટને લઈ બેંગલુરુમાં મંગળવારની રાતે ભારે હિંસા ભડકી હતી. ફેસબુક પર એક સમુદાય માટે કરવામાં આવેલ વિવાદિત પોસ્ટને લઈ બેંગ્લુરુમાં ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોના ટોળાએ હિંસક પ્રદર્શન કરી અનેક વાહનોની આગ ચંપી કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

આ હિંસક પ્રદર્શનની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે આ મામલે 100થી વધુ લોકોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના નજીકના સંબંધી દ્વારા કરવામાં આવેલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ બાદ ટોળું ભડક્યું હતું.

ત્યાર બાદ હિંસક ટોળાએ કોંગ્રેસી ધારાસભ્યના ઘર પર હુમલો કરી દીધો. ટોળાએ અનેક વાહનોની આગ ચંપી કરી હતી. પરિસ્થિતિ નિયંત્રણની બહાર જતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન આ હિંસામાં 2 લોકોના મૃત્યું થયા છે જ્યારે 50થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે હિંસાની ઘટના બાદ બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે હિંસક પ્રદર્શન કરવામાં આવેલ વિસ્તારમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.

Share This Article