રંગભેદને લઈ હિંસક પ્રદર્શનોથી અમેરિકા ભડકે બળ્યું

admin
1 Min Read

હાલ જ્યારે અમેરિકમાં કોરોના મહામારીની સમસ્યાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે તેવામાં દેશમાં રંગભેદની ટિપ્પણીને લઈ હિંસક આંદોલનો શરુ થઈ ગયા છે.

સેંકડો પ્રદર્શનકારીઓ વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસની બહાર એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ બહાર આવ્યાની જાણ થતાં જ વ્હાઇટ હાઉસના સુરક્ષા અધિકારીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભૂગર્ભમાં બનાવેલા બંકરમાં લઈ ગયા હતા..

અમેરિકાના મિનિયાપોલિસમાં ઘટેલી ઘટનાએ વિકરાળ અને હિંસક સ્વરૂપ ધારણ કરતા હવે ફ્લોરિડા, જેક્સનવિલ, લોસ એન્જલસ, પીટસબર્ગ, ન્યૂયોર્ક સહિત અનેક જગ્યાઓ પર લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે.

મિનિયાપોલિસમાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડને પોલીસે ફ્રોડ કેસમાં ઝડપ્યો હતો. જે દરમિયાન પોલીસે તેને હથકડી પહેરાવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ્યોર્જે તેનો વિરોધ કર્યો.જોકે એક પોલીસકર્મીએ તેને ઢોર માર માર્યો અને ગળુ દબાવ્યુ હતું.

આ સમગ્ર દર્દનાક ઘટનાને એક મહિલાએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ વાયરલ થયો અને અમેરિકામાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયાં છે. પોલીસ કસ્ટડીમાં થયેલા મોત બાદ શરૂ થયેલા હિંસક પ્રદર્શન વચ્ચે અનેક વિસ્તારોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરાયા છે. આ સમગ્ર વિવાદ હવે રંગભેદને લઈને થયો હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article