વિરાટ-અનુષ્કાએ કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ

admin
1 Min Read

ભારતીય સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2019નું આયોજન મુંબઈમાં વિરાટ કોહલી અને આરપી એસજી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનું નામ રોશન કરનાર 17 ખેલાડીઓનું સન્માન કરાયું હતું. કેપ્ટન કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા સમારોહ પૂર્વે કોહલી અને અનુષ્કાએ રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું હતું. કોહલી અને અનુષ્કાએ આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.આ પ્રસંગે અનુષ્કા શર્માએ બ્લેક પેન્ટ્સ સાથે પીચ કલરનું ફરી ટૉપ પહેર્યું હતું.

આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.ભારતીય કેપ્ટન પણ ખૂબ  હેન્ડસમ લાગી રહ્યો હતો. કોહલીના આ સમારોહમાં યુવરાજ સિંહ, ઝહીર ખાન, અજિંક્ય રહાણે ઉપરાંત કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, દિપા કર્મકર, મિલ્ખા સિંઘ વગેરે પણ હાજર હતા.પહેલા આ સમારોહ ફેબ્રુઆરી મહિનામાં યોજાવાનો હતો, પરંતુ પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકવાદી હુમલો બાદ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો.

 

Share This Article