50 ટેસ્ટમાં કેપ્ટન્શીપ કરનાર વિરાટ બીજા સ્થાને

admin
1 Min Read

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ગુરુવારે પૂનેના મેદાનમાં ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલીએ આ સાથે જ પોતાના નામે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલી ભારતીય ટીમનો બીજો એવો કેપ્ટન બન્યો છે કે જેની કેપ્ટન્સીપમાં ભારતીય ટીમ 50 ટેસ્ટ મેચ રમ્યું છે.

 

વિરાટ કોહલી અગાઉ  કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર કપ્તાન છે જેણે 50થી વધુ ટેસ્ટમાં ભારતીય ટીમની આગેવાની કરી હોય. જો વિશ્વના રેન્કિંગની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી 14મું સ્થાન ધરાવે છે. મહત્વનું છે કે ગુરુવારે શરુ થયેલી ટેસ્ટ પહેલા તે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની સમક્ષ સ્થાને હતો.

પરંતુ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચ રમતા તેણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. જણાવી દઈએ કે 2014માં મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃતિ લેતા ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમની આગેવાની કરી હતી.

Share This Article