વીરપુરનાં યુવકને ટીકટોક વિડિયો બનાવવું પડ્યું મોંઘું, પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી

admin
1 Min Read

દેશભરમાં એક તરફ કોરોના મહામારીને લઈને લોકડાઉન છે.  ત્યારે અમુક તત્વો આ લોકડાઉન અને જાહેરનામાને ટીખળ અને મજાકમાં લઇ રહ્યા છે. નવરા બેઠા કોઈ રચનાત્મક કામ કરવાની જગ્યાએ કોઈની મઝાક કેમ ઉડાવવી તેવી કામ કરી રહ્યા છે. આવી મજાક કરવાનું વીરપુરના યુવાનને મોંઘુ પડ્યું હતું.  

આ યુવાને વીરપુર પોલીસ જયારે ચાલીને ફ્લેગ માર્ચ કરતી હતી ત્યારે તેનો વિડ્યો બનાવ્યો અને પછી તેમાં પોલીસની મજાક કરે તેવી રીતે ગીત મૂક્યું કે મોર બોલે મગુંડી થારી શેરિયોમાં મારો મોર બોલે,  એટલે કે, ગલીમાં ચાલીને ફ્લેગ માર્ચ કરી રહેલી પોલીસનો મજાક ઉડાવ્યો હતો. આ વિડ્યો ટીકટોક ઉપર મૂકવામાં આવ્યો હતો. તેમજ વાયરલ કર્યો હતો.  

જેના આધારે વીરપુર પોલીસે આ યુવકને શોધી કાઢ્યો હતો. મળતી વિગત અનુસાર રવિ ભટ્ટી નામના વીરપુરના યુવક દ્વારા વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાયર્વાહી શરૂ કરવામાં હતી. આ યુવક સામે સોશિયલ મીડિયામાં પોલીસનું મોરલ ડાઉન થાય તેવો વિડ્યો બનાવીને વાયરલ કર્યો હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Share This Article