ખાંભા રાયડી ડેમમાં પાણીની આવક વધી

admin
1 Min Read

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યોં છે. આ સીજનના વધુ વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેની સાથે સાથે ગુજરાતના મોટાભાગના ડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. અમરેલીના ખાંભાના રાયડી ડેમમા પાણીની આવકમાં વધારો થયો છે. જેથી ડેમના 7 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. નિચાણવાળા ચોત્રા, મોટા બારમણ, પીંછડી જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે આ સિજનમાં પાણીની કમી ઉદ્ભવાની શક્યતા દેખાતી નથી. ઉલેખનીય છે કે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મહેરબાન થયા છે. જેના કારણે બે નદીમાં પુર આવ્યું હતું. ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ખાંભાના જંગલમાં પણ ધોધમાર વરસાદથી નદી, નેરાઓમાં પાણી વહેતા થયા હતા. પીપળવા, ગીર, શનિરનેસ, ભાણીયા સહિત ગીરના નેસડાઓ વરસાદથી પાણી પાણી થઈ ગયા છે. જેના કારણે માલધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અમરેલીના સરંભડા, તરવડા, બાબાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા શહેર અને ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે કાતર ગામ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો હતો.

Share This Article