આ તે કેવા એડવોકેટ? હાઈકોર્ટમાં કેસની સુનાવણીમાં સિગારેટ પીતા ઝડપાયા

admin
1 Min Read

હાલ કોરોનાના સંક્રમણને જોતા વર્ચ્યુઅલ મિટિંગ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટની સુનાવણી પણ મોટાભાગના કેસોમાં વર્ચ્યુઅલ દ્વારા થઈ રહી છે.

ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કેસની ઓનલાઇન સુનાવણીમાં એડવોકેટ જે.વી. અજમેરા સિગારેટ પીતા પકડાયા હોવાની ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.

હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપૈયાએ એડવોકેટ અજમેરાની વર્તણૂકની ભારે ટીકા કરી હતી અને તેમને 10 હજાર રૂપિયાનો દંડ કરી રકમ જમા કરાવી દેવાનો હુકમ કર્યો છે. તે ઉપરાંત હાઇકોર્ટના જ્યુડિશિયલને  આદેશ કર્યો છે કે એડવોકેટ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી 10 દિવસની અંદર તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. એડવોકેટના આ વર્તનની ભારે ટિકા થઈ રહી છે.

Share This Article