કોણે કર્યું પીએમ મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક? હેકરે કરી આ માંગ

admin
1 Min Read

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવતા થોડા સમય માટે તો આ મામલાએ ખળભળાટ મચાવી દીધો હતો. પીએમ મોદીની વ્યક્તિગત વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી હેકરે કોવિડ 19 રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન આપવાની માંગ કરી છે. જોકે તાત્કાલિક આ ટ્વીટ્સ ડિલીટ કરી દેવામાં આવી હતી.

પીએમ મોદીના પર્સનલ વેબસાઈટના ટ્વીટર અકાઉન્ટમાં 25 લાખથી વધુ ફોલોવર્સ છે. વડાપ્રધાન મોદીના પર્સનલ વેબસાઈટના ટ્વીટર અકાઉન્ટ પર એક મેસેજમાં લખવામાં આવ્યું કે હું તમને લોકોને અપીલ કરુ છુ કે કોવિડ19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલિફ ફંડમાં ડોનેટ કરો.

ટ્વિટરે પણ ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાની પુષ્ટિ કરી હતી. ટ્વિટરે જણાવ્યું કે તે આ સમગ્ર બાબતી વાકેફ છે અને તેમણે એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે પગલા લીધા છે.

આપને જણાવી દઈએ કે, પેટીએમ મોલના ડેટા ચોરીમાં પણ જોન વિક ગ્રુપનું નામ આવ્યું હતું. સાયબર સિક્યોરિટી ફર્મ સાઈબલે 30 ઓગસ્ટના દાવો કર્યો હતો કે જોન વિક ગ્રુપે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યો હતો. જો કે પેટીએમે આ દાવાને ફગાવી દેતા કહ્યું કે આવું કંઈ થયું નથી.

Share This Article