કેમ એક મરઘો કુતરા પાછળ પડ્યો ?, વિડિયો આવ્યો સામે

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં અવાર નવાર વિડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને આપના મૂખ પર હાસ્ય છલકાઈ જશે અને આ વિડિયો આપણને આપણું બાળપણ યાદ અપાવી દેશે. વાયરલ થયેલ વિડિયોમાં એક કુતરો અને મુરઘાની દોસ્તી જોવા મળી રહી છે. વિડિયો જોઈને એવુ લાગે છે કે બન્ને પકડાપકડી રમતા હોય.

જોકે આશ્ચર્યની વાત એ છે કે, મરઘો કુતરાની પાછળ દોડી રહ્યો છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડિયો નિહાળીને ઘણા યુઝર્સને તો તેમણે બાળપણમાં કરેલી મસ્તી યાદ આવી ગઈ. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ તેમજ યુ ટ્યુબ પર પણ શેર કરવામાં આવ્યો છે.

Share This Article