કેમ પીએમ મોદીએ ટ્વિટ કરી ઉપસભાપતિ હરિવંશજીના કર્યા વખાણ ?

admin
1 Min Read

કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સભાપતિ વૈંકેયા નાયડુ દ્વારા 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત સંસદ પાસે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા હતા. સંસદ પરિસરમાં ધરણાં કરી રહેલા સાંસદો માટે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ વહેલી સવારે ચા લઈને પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, સભાપતિ વેકૈયા નાયડુએ રવિવારે સદનમાં હંગામો કરવા અને ઉપસભાપતિ સાથે ગેરવર્તણૂંક કરવા બદલ વિપક્ષના આ 8 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. સોમવાર બપોરથી જ ધરણા પર બેઠેલા સાંસદોને મળવા માટે મંગળવારે સવારે ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પોતે પહોંચ્યા હતા. તેઓ પોતાની સાથે સાંસદો માટે ચા લઈને પહોંચ્યા હતા.

આ દરમિયાન ઉપસભાપતિએ સાંસદો સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું હતું. પીએમ મોદીએ પણ આ બદલ તેમને બિરદાવતા ટ્વિટ કર્યુ હતું. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યુ કે, જે સાંસદોએ થોડા દિવસ પહેલા તેમના પર હુમલો કર્યો આજે તે સાંસદોને મળીને મુલાકાત કરવી અને ચા પીવડાવવી દેખાડે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર છે. આ તેમને મહાનતા બતાવે છે.

Share This Article