રક્ષા મંત્રીએ રશિયન અધિકારી સાથે કેમ ન મિલાવ્યો હાથ?

admin
1 Min Read

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના પ્રવાસે પહોંચ્યા છે. રક્ષા મંત્રી બુધવારે મોડી રાત્રે રશિયાના મોસ્કો ખાતે પહોંચ્યા. જોકે આ દરમિયાન તેમનો એક વિડિયો રક્ષા મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

જ્યાં રશિયન અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન એક અધિકારીએ રાજનાથ સિંહ સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ લંબાવ્યો, જોકે, રક્ષા મંત્રીએ આ દરમિયાન હાથ જોડી દીધા. વિડિયોમાં જોઈ શકાય છે કે, રાજનાથ સિંહ રશિયન અધિકારી સાથે હાથ મિલાવવાની જગ્યાએ હાથ જોડી પારમ્પારિક નમસ્તે કરતા જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે, હાલ વિશ્વભરના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આવી સ્થિતિમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ના માત્ર ભારત પણ ફ્રાંસ, જર્મની, ઈંગ્લેન્ડ સહિતના દેશોના દિગ્ગજ નેતાઓ પણ હાથ મિલાવવાની જગ્યાએ ભારતની પારમ્પારિક નમસ્તે પરંપરા અપનાવતા થયા છે. જેના ઘણા વિડિયો પણ અગાઉ સામે આવી ચુક્યા છે.

ત્યારે મોસ્કો ખાતે પોતાના પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહે પણ ભારતીય પરંપરાને જાળવી રાખીને કોરોનાના સંક્રમણને જો રશિયન અધિકારીઓનું નમસ્તે દ્વારા અભિવાદન કર્યું.

Share This Article