પતિના માતા-પિતાના ઘરે રહેવાનો વહૂનો પણ અધિકાર : સુપ્રીમ કોર્ટ

admin
1 Min Read

સુપ્રીમ કોર્ટે આજે એક કેસની સુનાવણી દરમિયાન વહુના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત આ મામલે જણાવ્યું કે, પુત્રવધુને તેના પતિના માતા-પિતા એટલે કે સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયધીશોની પીઠે તરુણ બત્રા કેસમાં બે ન્યાયધીશોના નિર્ણયને બદલીને હવે નવો નિર્ણય સંભળાવ્યો છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા તરુણ બત્રા કેસમાં બે જજોની બેંચે જણાવ્યુ હતું કે, કાયદામાં પુત્રવધુ પોતાના પતિના માતા-પિતાની માલિકીની સંપત્તિમાં ના રહી શકે. જોકે, સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પીઠે આ નિર્ણયને બદલ્યો છે. આ કેસની સુનાવણી કરતા તરુણ બત્રાના નિર્ણયને બદલીને 6-7 સવાલોનો જવાબ આપ્યો હતો.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે તરુણ બત્રા કેસની સુનાવણી કરતા સ્પષ્ટ કરી દીધુ હતું કે, પતિની અલગ-અલગ સંપત્તિમાં જ નહીં પણ શેર ઘરમાં પણ પુત્રીનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય વર્ષ 2006ના એસઆર બત્રા અને અન્ય વિરુદ્ધ તરુણ બત્રાના કેસની સુનાવણી કરતા સંભળાવ્યો.

Share This Article