બાઈડન કરશે પૈસાનું પાણી : પત્ની માટે વ્હાઈટ હાઉસમાં કરોડોના ખર્ચે બનાવશે ટોયલેટ

admin
1 Min Read

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનના પત્ની જીલ બાઇડેન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસમાં 1.2 મિલિયન ડોલર એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયાનું ટોયલેટ બનાવામાં આવ્યા છે.

આ વ્હાઇટ હાઉસના ઇસ્ટ વિંગમાં બનાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ટોયલેટ પાછળ આટલા બધા નાણાં ખર્ચાતા અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પ સમર્થકોએ તેને કરદાતાઓના પૈસાની બર્બાદી ગણાવી છે. એક અહેવાલ મુજબ સંઘીય દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે આ શૌચાલયોના નવીનીકરણનું કામ ફર્સ્ટ લેડીની ઓફિસની નજીક કરવામાં આવી રહ્યું છે.

આ શૌચાલયો બનાવવાની કામગીરી અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી પરંતુ સંકેત આપવામાં આવ્યા છે કે પ્રોજેક્ટ મેના મધ્ય સુધીમાં પૂરો થઈ જશે. બાઇડેનના આગમન પહેલા વ્હાઇટ હાઉસની ‘સફાઈ’ માટે 1 લાખ 27 હજાર ડોલર આપવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જીલ બાઇડેન નોર્ધન વર્જિનિયા કોમ્યુનિટિ કોલેજમાં ફુલ-ટાઇમ ઇંગ્લિશ પ્રોફેસર છે. અગાઉ ઓગસ્ટમાં અમેરિકન ટીવી ચેનલ સીબીએસ સાથેની વાતચીતમાં ડો.જીલ બાઇડેને કહ્યું હતું કે ‘ફર્સ્ટ લેડી’ બને તો પણ તેઓ પોતાનું કામ ચાલુ રાખશે.

Share This Article