શું કોરોનાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે લોકડાઉન ? જાણો કઈ રીતે…

admin
2 Min Read

કેન્દ્ર સરકારે ગઈકાલે મધરાત બાદ એક સકર્યુલર જાહેર કરીને શોપીંગ-મોલ કે મોટા કોમ્પ્લેકસ સિવાયની નાની રહેણાંક વિસ્તારોમાં આવેલી દુકાનો ખોલવા જે મંજુરી આપી છે તેના આધારે ગુજરાતમાં કયા પ્રકારનાં ધંધા-વ્યવસાયની દુકાનો ખોલવાની મંજુરી આપવી તે અંગેની એક ગાઈડલાઈન આજે રાજય સરકાર જાહેર કરશે. પરંતુ આપ સૌને ખબર છે કે, કોરોનાથી પણ વધારે લોકો લોકડાઉનથી પરેશાન થઈ રહ્યા છે.  કોરોના વાઇરસને કારણે કેન્દ્ર સરકારે ૨૪મી માર્ચે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને રાતોરાત લોકડાઉન લાગુ કરી દીધુ હતું, આ પરિસ્થિતિ વચ્ચે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતને કોરોના વાઇરસ નહીં પણ લોકડાઉન ભારે પડશે.

અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ એંડ ફાઇનાન્શિયલ સર્વિસ જેફરીઝના ઇક્વિટી સ્ટ્રેટેજી ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે કહ્યું છે કે ભારતને કોરોના વાઇરસથી જેટલુ નુકસાન નહીં થાય તેનાથી અનેકગણુ નુકસાન લોકડાઉનથી થશે કેમ કે લોકડાઉન ભારતના અર્થતંત્રની કમર તોડી નાખશે. વુડે તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે ભારતમાં કોરોના વાઇરસ કરતા વધુ ખતરનાક લોકડાઉન સાબિત થશે, ઇકોનોમી અને હ્યૂમન વેલફેરને ધ્યાનમાં રાખીને તેમણે આ ચેતવણી આપી છે.

પોતાની દલીલોમાં વુડે કહ્યું છે કે અમેરિકા જેવા દેશોમાં રોજગારીને બચાવવા અને લોકોને આર્થિક મદદ કરવા માટે સરકાર પે-ચેક પ્રોટેક્શન પ્રોગ્રામ ચલાવી રહી છે. જે અંતર્ગત અમેરિકી સરકારે આશરે ૩૪૯ અબજ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે. જેની મદદથી કંપનીઓ, નાના મોટા ઉધ્યોગો પોતાના કર્મચારીઓને આ મદદથી પગાર આપતા રહેશે. જ્યારે ભારતમાં મોદી સરકારે ૧.૭ લાખ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. જે જીડીપીના આશરે ૦.૭૦ ટકા માનવામાં આવે છે.

ભારતને લઇને વુડે કહ્યું છે કે લોકડાઉનને કારણે કંઝ્યૂમર લેંડિંગ સાઇકલમાં પણ મોટી સમસ્યા ઉભી થશે. આવનારા દિવસોમાં બેંકો પર બેડ લોનનું ભારણ અનેકગણુ વધી થશે. ડોલરની સામે રૂપિયાનું ઘટી રહેલુ મુલ્ય પણ ભારતનું આર્થતંત્ર ખોરવી રહ્યું છે. ક્રુડ ઓઇલના ભાવ ઘટતા પણ ભારતનો રેમિટેંસ ઘણો જ ઘટી ગયો છે.

Share This Article