શું દેશમાં લોકડાઉન આવશે? મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળશે સર્વપક્ષીય બેઠક

admin
1 Min Read

દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. સુત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે.

તો બીજીબાજુ કૃષિ કાયદાના વિરોધમાં થયેલ પ્રદર્શનોની સાથે સાથે સરહદ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે આ પહેલા દેશમાં કોરોનાની વકરી રહેલ સ્થિતિને જોતા પીએમ મોદીએ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી.

ત્યારે હવે સર્વ પક્ષીય દળની બેઠક બોલાવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, હાલ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 94 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મૃત્યુ આંક 1.37 લાખની ઉપર પહોંચી ગયો છે.

Share This Article