અમિતાભ અને ચિરંજીવી પહેલી વાર દેખાશે સાથે

admin
1 Min Read

અમિતાભ બચ્ચન તથા ચિરંજીવી પહેલી જ વાર ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું ટીઝર જલ્દી રિલીઝ કરવામાં આવશે. ટીઝર પહેલાં ફિલ્મના કલાકારોના ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ચિરંજીવી, નયનતારા, વિજય સેતુપતિ, જગપતિ બાબુ તથા તમન્ના ભાટિયા જોવા મળશે, જેમના લૂક જાહેર કરવામાં આવ્યા છે. આ ફિલ્મને સુરેન્દર રેડ્ડીએ ડિરેક્ટ કરી છે અને રામચરણ આ ફિલ્મનો પ્રોડ્યૂસર છે. આ ફિલ્મને હિંદીમાં ફરહાન અખ્તર તથા રિતેશ સિંધવાનીની એક્સલ એન્ટરટેઈન્મેન્ટ કંપની તથા અનિલ થડાનીની એએ ફિલ્મ્સ ડિસ્ટ્રીબ્યૂટ કરશે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ જ દિવસે યશરાજ બેનરની ફિલ્મ ‘વોર’ પણ રિલીઝ થવાની છે. જેમાં ટાઈગર શ્રોફ તથા રીતિક રોશન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ ભારતના પ્રથમ ફ્રિડમ ફાઈટરમાંના એક ઉય્યલવાડા નરસિમ્હા રેડ્ડીની બાયોપિક છે, જેમણે 1846માં બ્રિટિશ સરકાર વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો. ફિલ્મમાં ચિરંજીવીએ ઉય્યલવાડાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ચિરંજીવીના ગુરુ તથા આધ્યાત્મિક નેતા ગોસાઈ વેંકન્નાના રોલમાં છે.

Share This Article