રીવરફ્રન્ટ પર અંતિમ વીડિયો બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

admin
3 Min Read

પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે, જીવ આપતા પહેલાં એ ત્યાં સુધી કહે છે કે કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદની આઇશા ઉર્ફે સોનુંના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી.

ફરીથી વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગત ગુરુવાર ના રોજ આઇશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આઇશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આઇશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આઇશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો. આ સમયે આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.  હાલ સમગ્ર મામલે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share This Article