વાત્સલ્ય સંસ્થાના પ્રાંગણમા રોડ ઉપર પસાર થનાર રાહદારીઓને *World Cerebral Palsy Day* નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, કારોબારી કમીટીના મેમ્બરો અને સ્ટાફગણ દ્વારા ગુલાબનુ ફુલ, ગ્રીન રીબીન અને અવેરનેસ પેમ્ફલેટ આપી વિશિષ્ટ જનજાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામા આવી.આ પ્રસંગે દીવ જીલ્લાના કલેકટર સલોની રાય મેડમ પણ ઉપસ્થિત રહી સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને નજીકથી નિહાળ્યા હતા, બાળકો દ્વારા ગુલાબનુ ફુલ, ગ્રીન રીબીન અને અવેરનેસ પેમ્ફલેટ આપી સ્વાગત કર્યુ હતુ તેમજ વાત્સલ્ય સંસ્થાની પ્રવૃત્તિ, વિશિષ્ટ શિક્ષણ અને મ્યુઝિક, સેન્સરી, ફીઝીયો થેરાપી, રોજગારલક્ષી કાર્યક્રમ વિગેરે નિહાળ્યુ હતુ. આવા કાર્યક્રમના આયોજન પાછળ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય એ રહેલો હોય છે કે સેરેબ્રલ પાલ્સી વાળા બાળકોને તેમના વાલી, કુટુંબ અને સમાજ સ્વિકાર કરી અંધશ્રદ્ધા તરફ ન વળતા આવા બાળકોને વિશિષ્ટ પ્રકારના શિક્ષણ દ્વારા સમાજમા પુનર્વસન કરવામા આવે અને તેના અનુરૂપ વાતાવરણ ઉભુ કરી સમાજમા સ્વીકાર્ય બનાવી તેમનુ જીવન બોજરૂપ બનતુ અટકાવી શકાય આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ઉસમાનભાઇ વોરા, જોઈન્ટ સેક્રેટરી શ્રી આલ્બર્ટ અલ્વારેઝ, ટ્રેઝરર શ્રી હસમુખભાઇ બામણીયા, શ્રી યતિનભાઇ ફુગ્રો, નૂતનબેન ફુગ્રો, પ્રિન્સીપાલ શ્રી અમૃતલાલ બારૈયા, મેમ્બર શ્રી કિશોરભાઈ કાપડિયા, જાદવભાઇ બારૈયા તેમજ બાળકોના વાલીઓ અને સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -